સુરતમાં વિધર્મીએ ઇન્સ્ટાગ્રામથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધમકી આપી
યુવતીના તેમાં જ્ઞાતિના યુવક સાથે સગાઇ થઇ હતી
દોઢ મહિના અગાઉ કિશોરી પરત સુરત આવી હતી
સગીરાના ફિયાન્સને મારી નાખવી ધમકી આપી
સુરતના ઉધનામાં તરુણીને પ્રેમમાં ફસાવવા ફોન ઉપર અને જાહેરમાં અશ્લીલતા કરનાર વિધર્મી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે , સુરતના ઉધના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરી વેલ્ડીંગ કામ કરતા મુસ્તફા શેખ સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર સંર્પકમાં આવી હતી. પરંતુ તે અંગેની જાણ પરિવારમાં થતા પિતાના અવસાન બાદ માતા સાથે મામાના ઘરે કિશોરીને તેની દાદી પાસે વતન રહેવા મોકલી આપી હતી. દોઢ મહિના અગાઉ કિશોરી પરત સુરત આવી હતી અને પરિચીત યુવક સાથે સગાઇની વાતચીત ચાલી રહી હોવાથી તેઓ વતન જવા નીકળ્યા હતા. ઘરેથી પગપાળા ઉધના સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે મુસ્તકીન ઉર્ફે મુસ્તફા અકબર શેખ અચાનક ઘસી આવ્યો હતો અને જાહેરમાં કિશોરીનો હાથ પકડી મને છોડીને કયાં જાય છે એમ કહી પાછળ-પાછળ સ્ટેશન સુધી ગયો હતો. જો કે કિશોરીએ તેની માતા સાથે વતન જવા ટ્રેનમાં બેસી ગયા હતા અને જેની સાથે સગાઈ થવાની હતી તે યુવક સ્ટેશનથી પરત ઘરે જવા નીકળ્યો હતો. પરંતુ મુસ્તફાએ યુવક સાથે ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપતા મેસેજ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મુસ્તુફા અગાઉ પણ વારંવાર ફોન કરી કિશોરીને કનડગત કરતો હોવાથી છેવટે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુસ્તફાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.