સુરતમાં પાર્કિંગમાં કારમાં દારૂનો જથ્થો મળી આવ્યો
પોલીસે એક મહિલાની ધરપડકડ કરી 2ને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે 3 લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કર્યો
સુરતની ઉમરા પોલીસે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ બિઝનેસ હબના પાર્કિંગમાં કારમાં દારૂનો જથ્થો લઈને ફરતી મહિલાને ઝડપી પાડી છે પોલીસે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે ઉમરા પોલીસની ટીમને બાથમી મળી હતી કે પાર્લે પોઇન્ટના સેન્ટ્રલ બિઝનેસ હબમાં એક કારમાં મહિલા દારૂ લઈને બેસેલી છે જેથી પીસીબી અને ઉમરા પોલીસે સેન્ટ્રલ બિઝનેસ હબના પાર્કિંગમાં તપાસ કરતા એક કારમાં મહિલા વિદેશી બનાવટની દારૂની 66 બોટલ સાથે બેઠી હતી 1.41 લાખનો દારૂ અને કાર મળી ત્રણ લાખથી વધુનો મુદ્દા માલ સાથે કારચાલક મહિલા અમી પ્રકાશ ધનરાજ શાહની ધરપકડ કરી હતી. પકડાયેલ મહિલાને પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે ચંડીગઢના વિકાસશીલ જાડિયા ઉર્ફે આયુસિંગ પાસેથી પહેલા પતિ થકીના પુત્ર તેજસ ભરત મહેતા પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો તેજસ ગ્રાહક મોકલતો હતો અને પોતે છૂટક વેચાણ કરતી હોવાની કબુલાતને પગલે તેજસ અને વિકાસ નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.