ભાવનગરમાં આઈ.પી.એલ. ક્રિકેટ પર સટ્ટો રમતો એક ઈસમ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં આઈ.પી.એલ. ક્રિકેટ પર સટ્ટો રમતો એક ઈસમ ઝડપાયો
10 લાખની ક્રેડિટ બેલેન્સ રાખી અન્ય ગ્રાહકોને પેટા આઈ.ડી. આપી

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સામેથી આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રાકેશભાઇ નરોતમભાઇ ઉંડવીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સામેથી આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રાકેશભાઇ નરોતમભાઇ ઉંડવીયા પોતાના મોબાઈલ ફોનમાં માસ્ટર આઈ.ડી. દ્વારા 10 લાખની ક્રેડિટ બેલેન્સ રાખી અન્ય ગ્રાહકોને પેટા આઈ.ડી. આપી હાર-જીતનો જુગાર રમાડતો હતો. પોલીસે તેની પાસેથી 3000ની કિંમતનો મોબાઈલ અને સટ્ટાના સ્ક્રીનશોટ મળી આવ્યા છે, આ ગુનામાં અન્ય છ શખ્સો પણ સામેલ હોય પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *