સુરતના મજુરાગેટ ખાતે આઈકર ભવન બિલ્ડીંગ જર્જરિત
અચાનક સ્લેબનો ભાગ પડતા ભાગદોડ મચી ગઈ
ભવનમાં 300 થી વધુ કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબૂર
સુરતના મજુરાગેટ ખાતે આવેલ આઈકર ભવન બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ હોય છતા ત્યાં 300થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે આજે અચાનક સ્લેબનો ભાગ પડતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતના મજુરાગેટ ખાતે આવેલ આઈકર ભવન બિલ્ડિંગમાં સળિયા દેખાઈ રહ્યા છે અને અવારનવાર સ્લેબના ટુકડા નીચે પડી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ ઘટના બની હતી જેનાથી ભયભીત થયેલા કર્મચારીઓ તાત્કાલિક ઓફિસની બહાર દોડી ગયા હતા. આ ભવનમાં 300 થી વધુ કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબૂર છે. કર્મચારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમને સુરક્ષાની ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ કામ પર પાછા ફરશે નહીં. સુરત જેવા વિકસિત શહેરમાં સામાન્ય નાગરિકો તો ઠીક, પરંતુ સરકારી કર્મચારીઓને પણ આ રીતે જીવના જોખમે કામ કરવું પડે, તે એક ગંભીર બાબત છે.
