મનુષ્યોમાં કિન્નર હોય છે પરંતુ ગાયની પ્રજાતિમાં પણ કિન્નર
પોરબંદરના પશુપાલક પાસે શિવ શક્તિ કિન્નર ગાય
અનંત અંબાણી પણ આ પ્રકારની ગાય નિહાળી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
મનુષ્યોમાં કિન્નર હોય છે પરંતુ ગાયની પ્રજાતિમાં પણ કિન્નર હોય તેવો કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે.
ગાયની પ્રજાતિમાં પણ કિન્નર હોય તેવો કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે જ્યાં ગાયનું નામ શિવશક્તિ રાખ્યું છે અને હાલ તેની ઉમર ચારેક વર્ષની છે. પોરબંદરના માલધારી દેવાભાઈ અને તેનો પરિવાર આ ગાયને ખુબ જ શુભ માને છે અને દરરોજ તેની પૂજા કરે છે ઉપરાંત ખોરાકમાં પણ તેને વિવિધ ફળો અને સુકામેવાનો ખોરાક આપે છે. હાલમાં જ રિલાયન્સના અનંત અંબાણી દ્રારકાધીશની પદયાત્રાએ જતા હતા ત્યારે તેમણે પણ આ પ્રકારની ગાય નિહાળી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
આ ગૌમાતા વિષે માહિતી મળતા અનેક લોકોએ કરોડો રૂપિયામાં તેને ખરીદવાની પણ ઓફર કરી છે પરંતુ દેવાભાઈ આ ગાયને શુભ માનતા હોવાથી આવી કરોડોની ઓફર પણ ઠુકરાવી દીધી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી