સુરત : વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસનો પ્લાન
ત્રીજી ઓક્ટોબરથી ડોર-ટુ-ડોર સિગ્નેચર કેમ્પેઇન શરૂ,
ભાજપ સાથે આપના ગઢ પર પણ નજર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવવા, જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે લડાઈમાં ગુજરાતના નાગગરિકો અને જાગૃત્ત નાગરિકોને જોડાવવા આહવાન કરાયુ હતું.
દેશમાં લોકતંત્ર મટે ચિંતાજનક વોટ ચોરી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરાયેલ તથ્યાત્મક વિગતોની સીલબદ્ધ હકીકતો જાહેર કરાઈ હતી અને ભાજપ સરકાર અને તેના મળતીયા અલગ અલગ રીતે વોટ ચોરી કરાતી હતી. વિવિધ મતક્ષેત્રમાં નકલી મતદાતા, ખોટા ફોટો અને ફોર્મ છ નો દુરઉપયોગ થતો જોવા મળ્યો હતો. દેશ સમક્ષ આ તમામ વોટ ચોરીનો મુદ્દે મકાયો હતો. અને ચુંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે. નિષ્પક્ષ રીતે ચુંટણી થાય સાથે વિપક્ષના નેતા ચુંટણી પંચને સવાલ કરે અને ચુંટણી પંચ જવાબ આપવાને બદલે ભાજપ જવાબ આપે છે જેથી વોટ ચોરીને લઈ હવે લોકશાહી બચાવવા, જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે લડાઈમાં ગુજરાતના નાગરિકો અને જાગૃત્ત નાગરિકો જોડાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. સાંભળો શુ કહે છે કોંગ્રેસી આગેવાનો.
