સુરત:હજીરા માં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
મોબાઇલ મુદ્દે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો
60થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા બાદ પોલીસે આરોપી સુધી પહોંચી હતી.
આરોપી હત્યા બાદ બિહાર ભાગી ગયો હતો, જ્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો
હજીરા વિસ્તારમાં એક વ્યક્તિની હાથ-પગ બાંધી કરાયેલ હત્યા પાછળનો ભેદ હજીરા પોલીસે ઉકેલી લીધો છે. 60થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા બાદ પોલીસે આરોપી સુધી પહોંચી હતી. આરોપી હત્યા બાદ બિહાર ભાગી ગયો હતો, જ્યાંથી તેને વેશ પલટો કરીને ઝડપી લેવામાં આવ્યો છે.
હજીરા વિસ્તારમાંથી એક ઈસમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે ઘટનામાં પોલીસે તપાસ બાદ હત્યારાને ઝડપી પાડ્યો હતો. તો મૃતક અને આરોપી બંને હજીરા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સાથે કામ કરતા હતા. બંને વચ્ચે મોબાઇલ ફોનને લઈને કોઈ બાબતે મન દુઃખ થયો હતો, જેના પગલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ગંભીર બની ગયો કે આરોપીએ ગુસ્સામાં આવી પોતાનો સંયમ ગુમાવ્યો અને યુવકની હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ આરોપી લાશને એવી સ્થિતિમાં છોડી ગયો કે તેનું ઘૃણાસ્પદ સ્વરૂપ જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતાં જેમાં મૃતકના હાથ અને પગ બાંધેલા અવસ્થામાં મળ્યો હતો. હજીરા પોલીસે આ ગૂંચવણભર્યા કેસની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. લગભગ 60થી વધુ સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસી અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં આરોપી બિહાર ભાગી ગયો હોવાની જાણકારી મળી. તેને પકડવા માટે એક ખાસ ટીમ બિહાર રવાના કરવામાં આવી હતી. આરોપીને પકડવા પોલીસે બિહાર પહોંચી વેશ પલટો કર્યો હતો અને સ્થાનિક પોલીસ ની મદદથી હજીરા પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી અને આરોપીને પકડવામાં સફળતા મળી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. કેસ સંબંધિત વધુ વિગતો નજીકના દિવસોમાં બહાર આવવાની શક્યતા છે..
