સુરતમાં કોંગ્રેસ દ્વારા ‘સહી ઝુંબેશ’ની શુરુઆત કરાઈ
વોર્ડ પ્રમુખો સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ મતદાર યાદીમાં ગેરરીતિ અને ગડબડીના આક્ષેપો વિરુદ્ધ શહેરભરમાં ‘સહી ઝુંબેશ’ શરૂ કરી છે. તેમણે આ ગેરરીતિને “વોટ ચોર” અને “ગડ્ડી ચોર” ગણાવી છે અને લોકશાહી અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના જણાવ્યા અનુસાર, સુરત શહેરની મતદાર યાદીમાં મોટા પ્રમાણમાં ગડબડી જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય અને ગરીબ માણસોને મોટું નુકસાન થઈ રહ્યું છે તેમણે આક્ષેપ કર્યો કે એક જ વ્યક્તિનું નામ એકથી વધારે વખત મતદાર યાદીમાં સામેલ છે આ ગડબડીને કારણે બંધારણીય અધિકારોની અને લોકોના હકની ચોરી થઈ રહી છે.આ ગેરરીતિની તપાસ થવી જોઈએ અને તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ, તેવી માંગણી સાથે કોંગ્રેસે આ સહી ઝુંબેશ શરૂ કરી છે.આ ઝુંબેશની શરૂઆત સુરત શહેરના તમામ વોર્ડમાં કરવામાં આવી છે.પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ખાસ કરીને વોર્ડ નંબર 3માં આ સહી ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં તેમની સાથે ડીસી વેકરિયા અને અન્ય વોર્ડ પ્રમુખો સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં સોસાયટીઓમાં જઈને લોકો પાસેથી સહીઓ એકઠી કરી રહ્યા છે.સુરત શહેર કોંગ્રેસે આ સહી ઝુંબેશ દ્વારા મતદાર યાદીની પારદર્શિતા પર સવાલ ઉઠાવી, તંત્ર પાસે તત્કાળ તપાસ અને સુધારાની માંગણી કરી છે.
