સુરતના ઉધના સ્ટેશને બિહારીઓ ઊમટ્યા
દિવાળી, છઠ અને બિહાર ચૂંટણીને લઈ વતન જવા રવાના,
પ્લેટફોર્મ પર કીડિયારું ઊભરાયું હોય એવાં દૃશ્યો
આગામી દિવાળીનો તહેવાર અને છઠ્ઠ તથા બિહાર ચૂંટણીને લઈ સુરત રેલ્વે સ્ટેશન પર પોલીસ એલર્ટ મોડમાં હોય એક્શન પ્લાન મુજબ પોલીસ ત્રણ શિફ્ટમાં તૈનાત રહેશે.
સુરત શહેરમાં રહેતા લાખો પરપ્રાંતીય લોકો માટે દિવાળીનો તહેવાર, પવિત્ર છઠ્ઠ પૂજા અને ખાસ કરીને બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન એકસાથે વતન જવા માટે નીકળે છે. આ સમયે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જામવાની શક્યતા છે. આ સંભવિત ધસારાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ અને રેલવે પોલીસે ઊધના રેલવે સ્ટેશન પર કોઈ ભાગદોડની ઘટના ન બને તે માટે એલર્ટ જાહેર કરીને વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસને ત્રણ શિફ્ટમાં તૈનાત રખાશે સાથે સીસીટીવી કેમેરા અને ડ્રોન ઉડાવી ભીડની ગતિવિધિનુ નિરિક્ષણ કરાશે.
