સુરતમાં દર્દીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો
નશાખોર એમ્બ્યુલન્સ ઓપરેટર ઝડપાયો
એમ્બ્યુલન્સ ઓપરેટરને સ્થાનિકોએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો
સુરતમાં એમ્બ્યુલન્સનો ઓપરેટર નશામાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. અડાજણ પાટીયા પર નશાની હાલતમાં એમ્બ્યુલર ઓપરેટરને સ્થાનિકોએ પકડી પોલીસને જાણ કરી હતી.
સુરતના દર્દીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે કારણ કે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ અડાજણ પાટિયા પર નશાખોર એમ્બ્યુલન્સ ઓપરેટર ઝડપાયો છે. અને તે ઘટનાનો વીડિયો વાયરલ પોલીસે તપાસ શરૂ કરી છે. એમ્બ્યુલન્સ ઓપરેટરને સ્થાનિક લોકોએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો. ત્યારે સવાલ એ ઉભા થઈ રહ્યા છેકે નશાની હાલતમાં એમ્બ્યુલન્સ ઓપરેટ કરનાર કોઈ અકસ્માતને અંજામ આપે તો જવાબદાર કોણ હશે ત્યારે હાલ તો આ મામલે રાંદેર પોલીસે તપાસના આદેશ આપ્યા છે.
