ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે અફવાઓથી બચો
પોલીસ હવે દરેક ગ્રુપમાં અફવા ફેલાવનાર પર નજર રાખી રહી છે.
અફવા ફેલાવનારને સજા થશે જેથી સાવધાન
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે અફવાઓથી બચો અને સુરક્ષિત રહો સાથે પોલીસ હવે દરેક ગ્રુપમાં અફવા ફેલાવનાર પર નજર રાખી રહી છે. જેને લઈ અફવા ફેલાવનારને સજા થશે જેથી સાવધાન રહેવા જણાવાયુ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઓપરેશન સિંદૂર બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરક્ષા અને સાવચેતીના પગલાં ઝડપી લેવાઈ રહ્યા છે. અમદાવાદ અને સુરતના પ્રભારી સચિવ રાજીવ ટોપનોએ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ભ્રામક પોસ્ટ ન કરવા અને અધિકારીઓને કટોકટીમાં જરૂરિયાતમંદ સેવા ત્વરિત મળે તે માટે તંત્રને એલર્ટ રહેવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ છેવાડાના નાગરિક સુધી વહીવટી તંત્ર દ્વારા મજબૂત સંપર્ક સ્થાપિત કરવા અને જનતાને પ્રશાસન સાથે સાંકળવા જણાવ્યું હતું, જેથી આપત્તિની સ્થિતિમાં સાચી અને સચોટ જાણકારી લોકોને આપી શકાય. તેમજ જિલ્લાના નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા તેમજ લોકોને ગેરમાર્ગે દોરે એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો અને લોકોને જાગૃત્ત અને સુરક્ષિત રાખવા તેમજ કટોકટીની પરિસ્થિતિમાં સુસજ્જ રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.