સુરતના સચીન પોલીસ મથકની હદમાં હુમલો કરી લુંટ

Featured Video Play Icon
Spread the love

સુરતના સચીન પોલીસ મથકની હદમાં હુમલો કરી લુંટ
તમાકુ લઈ રૂપિયા ન આપી ગાળો આપ્યા બાદ જીવલેણ હુમલો
લુંટારૂઓને સચીન પોલીસે ઝડીપ પાડ્યા

સુરતના સચીન પોલીસ મથકની હદમાં પાનનો ગલ્લો ચલાવનારને ત્યાંથી તમાકુ લઈ રૂપિયા ન આપી ગાળો આપ્યા બાદ જીવલેણ હુમલો કરી લુંટ ચલાવનાર લુંટારૂઓને સચીન પોલીસે ઝડીપ પાડ્યા હતાં.

સુરતની સચીન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 16 મેના રોજ બપોરના સમયે સચીન ખાતે આવેલ જુના સ્લમ બોર્ડમાં પાનનો ગલ્લો ચલાવનાર શાહીદ ખાન ઉર્ફે બાબા પઠાણના ગલ્લા પર રાકેશ પ્રકાશ વાઘ, રાજ ઉર્ફે આર.પી. પાટીલ, સેફર અંસારી તથા સુબોધ ધર્મેન્દ્ર રમાણી તમાકુ લેવા આવ્યા હતા અને તમાકુ લીધા બાદ રૂપિયા ન આપતા શાહીદે રૂપિયા માંગતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને ગાળો આપ્યા બાદ માર મારતા વચ્ચે પડેલા શાહીદના ભાઈ કુરબાન ખાનને ચુપ્પુ વડે તથા પાવડા વડે જીવલેણ હુમલો કરી ગલ્લામાંથી રોકડ રૂપિયાની લુંટ કરી ભાગી છુટ્યા હતાં. બનાવને લઈ સચીન પોલીસે ત્વરિત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સચીન પીઆઈ પીએન વાઘેલાની ટીમે પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠલ તપાસ હાથ ધરી આરોપીઓ રોશન સંજય બરકશ, આનંદ સુરેશ પાટીલ, પ્રીન્સ રાજેશ પટેલ અને રાકેશ ઉર્ફે રાક્યો પ્રકાશ વાઘને ઝડપી પાડ્યા હતાં. તો એક આરોપી સુબોધ ધર્મેન્દ્ર રમાણીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. હાલ તમામ આરોપીઓ વિરૂદ્ધ સચીન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *