સુરતમાં બેંકમાં કાગળની ગડ્ડી આપી ભાગવાનો પ્રયાસ
પૈસા જમા કરાવવા ગયેલા વ્યક્તિને ફસાવી ઠગાઈ
રીઢાઓને લોકોએ પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યાં
સુરતમાં બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલા વ્યક્તિને ફસાવી કાગળની ગડ્ડી આપી ભાગવાનો પ્રયાસ કરતા રીઢાઓને લોકોએ પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યાં હતાં.
સુરત શહેરમાં ગુનેગારો જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય તેમ દિવસે-દિવસે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. ફૂલપાડા અશ્વિનીકુમાર રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર બે ઠગબાજોને લોકોએ રંગેહાથ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલા વ્યક્તિને ફસાવવાનો પ્રયાસ કરી રૂમાલમાં 65 હજારની કાગળની ગડ્ડી આપી ભાગી રહેલા ઠગોને લોકોએ પકડી પાડ્યા હતા અને બરાબરનો મેથિપાક આપી પોલીસને સોંપ્યા હતાં.
