સુરત બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
ઉન નાયરા નજીક અકસ્માત
સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે ઉન નાયરા પેટ્રોલ પંપ પાસ બાઈક સ્લીપ થતા ચાલકનુ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ પોલીસ સ્થળે દોડી ગઈ હતી.
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉન વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સુરતના ઉન વિસ્તારમાં આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે ટુ વ્હીલર બાઈક સ્લીપ થઈ ગઈ હતી. સ્પ્લેન્ડર બાઈક સ્લીપ થતા ચાલકને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ ભેસ્તાન પોલીસે સ્થળે દોડી જઈ લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
