WhatsApp માં આવશે નવું ફીચર

Spread the love

ટેક્નોલોજીના જમાના રોજે રોજ અવનવા અપડેટ મળતા રહે છે ત્યારે સોસીયલ મોડિયામાં ખુબ પ્રચલિત વોટ્સઅપ ટૂંક સમયમાં ટેબલેટ યુઝર્સને એક નવું ફીચર આપી શકે છે. હાલમાં કંપનીએ આ ફીચર માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે જ બહાર પાડ્યું છે.
Whatsapp એ થોડા સમય પહેલા ટેબલેટ યુઝર્સને એક નવું અપડેટ આપ્યું હતું, જેમાં યુઝર્સ લેફ્ટસાઈડ ચેટ લિસ્ટ અને રાઈટ સાઈડ ચેટ કરી શકે છે. એટલે કે સાઇડ બાય સાઇડનો વિકલ્પ વોટ્સએપ દ્વારા ટેબલેટ યુઝર્સને આપવામાં આવશે. હવે ટૂંક સમયમાં કંપની સાઈડ બાય સાઈડ ઓપ્શનને મેન્યુઅલી ઓફ કરવાની સુવિધા પણ આપવા જઈ રહી છે.
Whatsapp ના ડેવલપમેન્ટ અને અપડેટ ઉપર નજર રાખનારી વેબસાઈટના જણાવ્યા અનુસાર WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે ટેબલેટ યુઝર્સને ચેટ સેટિંગ્સની અંદર ‘સાઇડ બાય સાઇડ વ્યૂ’ નામથી દેખાશે. વપરાશકર્તાઓ મેન્યુઅલી આ સુવિધાને ચાલુ બંધ કરી શકે છે. ઘણા લોકો વોટ્સએપના સાઇડ-બાય-સાઇડ અપડેટને પસંદ નથી કરી રહ્યા કારણ કે તેઓ લાંબા સમયથી વોટ્સએપના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે.
Whatsapp ના નવા અપડેટ પછી ચેટ લિસ્ટ ડાબી બાજુ અને ચેટ વિન્ડો જમણી બાજુએ ખુલે છે અને વપરાશકર્તા એક જ સમયે બે વસ્તુઓ કરી શકે છે. કેટલાક લોકોને પ્રાઈવસીના કારણે પણ આ ફીચર પસંદ નહોતું આવતું કારણ કે જ્યારે તેઓ બધાની વચ્ચે બેઠા હોય છે ત્યારે વસ્તુઓ સાથે સાથે દેખાવા લાગે છે. પરંતુ ટૂંક સમયમાં જ WhatsApp ટેબ્લેટ યુઝર્સને મેન્યુઅલી સાઇડ બાય સાઇડ વ્યૂ ચાલુ – ઓફ કરવાનો વિકલ્પ આપવા જઈ રહ્યું છે. તેમજ તેને ફિંગર પ્રિન્ટ – પાસવર્ડ વગેરે દ્વારા લોક કરી પણ શકશો.
હવેથી તમે Whatsapp ચાર અલગ અલગ ઉપકરણો પર ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત નવા ડિવાઇસ ઉપર WhatsApp ડાઉનલોડ કરવાનું છે અને ઉપર જમણી બાજુએ ક્લિક કરી જૂના મોબાઇલ ફોન પર દેખાતા QR કોડને સ્કેન કરવો પડશે. એ જ રીતે તમે અલગ અલગ ડિવાઇસ ઉપર WhatsApp ચલાવી શકો છો. બીજા ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરવા માટે પ્રાઈમરી ડિવાઇસમાં ડેટા ચાલુ રાખવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *