સુરતના સલાબતપુરામાં ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી
ધમકી આપનાર કુખ્યાત માથાભારે આરોપી આસિફ ગાંડાની રિકંસ્ટ્રક્શન
કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કરાવ્યું
સુરતના સલાબતપુરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે ધસી જઈ ગાળો આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કુખ્યાત માથાભારે આરોપી આસિફ ગાંડા સહિત ચારને સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
સુરતના સલાબતપુરા પોલીસને મળેલી ફરિયાદ મુજબ 20 જૂન 2026ની રાત્રે ફરિયાદીના ઘરે આરોપી આસિફ ઉર્ફે આસિફ ગાંડો અને તેના ત્રણ સાગરીતો ફરિયાદીના ઘરે ધસી ગયા હતા. અને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સૂચનાને લઈ કેડી ભીમાણીની ટીમ પીએસઆઈ વીવી ત્રિપાઠી સાથે તપાસમાં હતી. બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓ આસિફ ગાંડા શેખ, ફિરોઝ શેખ, સાહિલ શાહ અને આરીફ શેખને ઝડપી પાડ્યા હતા. તો આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યા બાદ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
