સુરતના ઉમરા વિસ્તારમાં બેફામ કિયા કાર

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉમરા વિસ્તારમાં બેફામ કિયા કાર
પત્રકારને બેફામ કિયા કારના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત
ત્રકાર ધનરાજ બાગલેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો

સુરતના ઉમરા વિસ્તારમાં એક પત્રકારને બેફામ કિયા કારના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પત્રકાર ધનરાજ બાગલેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યારે પોલીસે કાર ચાલક સંજયભાઈને ઝડપી પાડ્યો હતો.

સુરતના ઉમરા વિસ્તારમાં શનિવારના રોજ પત્રકાર ધનરાજ બાગલે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એસવીએનઆઈટી નજીક બેફામ ગતિએ આવી રહેલી કિયા કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ધનરાજ બાગલેને ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. અને પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓના આધારે કિયા કારના ચાલક સંજયભાઈને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *