સુરત : ગુજરાતમાં વહીવટી માળખામાં મોટો ફેરફાર
રાજ્ય સરકારે 17 નવા તાલુકા જાહેર કર્યા,
સુરતના અરેઠનો પણ સમાવેશ
મંત્રી કુંવરજી હળપતિ અરેઠ ગામે પહોંચ્યા
ગુજરાત સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચના જાહેર કરી છે. આ નિર્ણય અંતર્ગત સુરતના માંડવી તાલુકામાંથી અરેઠને નવા તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ અરેઠ ગામે પહોંચ્યા હતા. સ્થાનિક ભાજપના આગેવાનો અને ગ્રામજનોએ ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કર્યું હતું. મંત્રી કુંવરજી હળપતિએ આ નિર્ણય બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે અરેઠને તાલુકાનો દરજ્જો મળવાથી લોકોનો સમય બચશે. માંડવી આદિવાસી વિસ્તાર હોવાથી નાના કામો માટે પણ લોકોને માંડવી સુધી જવું પડતું હતું. હવે અરેઠમાંથી જ આદિવાસી જનતાના તમામ નાના-મોટા કામો થઈ શકશે, જેનાથી સ્થાનિક લોકોને ઘણી રાહત મળશે. મંત્રી હળપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અરેઠ સુરત જિલ્લાનો અગ્રણી તાલુકો બનશે
