સુરત : કોઝવે પાસે યુવાનનીઘાતકી હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરત : કોઝવે પાસે યુવાનનીઘાતકી હત્યા
યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરાતા ચકચાર મચી
પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો
પોલીસે હત્યારા વિજય અને યશની ધરપકડ કરી

સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં કોઝવે પાસે તુ અહી કેમ આવ્યો છે તેમ કહી યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. તો પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો.

સુરતમાં અસામાજિક તત્વો રોજેરોજ આતંકમચાવી રહ્યા છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં કોઝવે પાસે યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. ચોક બજાર પોલીસ મથકની હદમાં કોઝવે પાસે દારૂના અડ્ડા પર 28 વર્ષીય યુવાન મનિષ ખલાસી ગયો હતો ત્યારે આરોપી હત્યારા ભરત અને વિજય સાથે તેનો ઝઘડો થયો હતો અને આરોપીઓએ તેને તુ અહી કેમ આવ્યો છે તેમ કહી ઝઘડો કરતી ચપ્પુ વડે મનિષ ખલાસી પર હુમલો કરી તેની હત્યા કરી ભાગી છુટ્યા હતાં. તો બનાવની જાણ થતા ચોક બજાર પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હત્યારા વિજય અને યશ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *