જૂનાગઢમાં હનીટ્રેપ કેસમાં વેપારીનો ફઈનો દીકરો જ માસ્ટરમાઈન્ડ નીકળ્યો

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢમાં (junagadh) હનીટ્રેપ કેસમાં વેપારીનો ફઈનો દીકરો જ માસ્ટરમાઈન્ડ નીકળ્યો
હનીટ્રેપમાં ફસાવી 50 લાખની માંગ કરતા શખ્સો ઝડપાયા
પોલીસે મહિલા અને તેના સાથીદારને ઝડપી કાર્યવાહી કરી
મોરબીના પંકજ દઢાણીયા સાથે બિલખા જવાનું કહી રસ્તામાં ખંડણી માંગી

મોરબીના (morbi ) લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ડઢાણીયાને હનીટ્રેપમાં (honeytrap) ફસાવવાનો કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં પંકજના ફઈના દીકરા કિશન સોખરીયા અને પ્રિયા નામની યુવતી સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

10-12 દિવસ પહેલા કિશન, પંકજ અને પ્રિયા મળ્યા હતા. તે સમયે કિશને પંકજના ખાતામાં 10 લાખ રૂપિયા હોવાની જાણ કરી હતી. આ રકમ પડાવી લેવા માટે શૈલેષગિરિ, પ્રિયા અને અન્ય ત્રણ ઈસમોએ હનીટ્રેપનું કાવતરું ઘડ્યું હતું. ડીવાયએસપી (Dysp) હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે આ કાવતરું પંકજના ખાતામાંથી 10 લાખ રૂપિયા પડાવી લેવા માટે ઘડાયું હતું. આ કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલુ છે, આ ઈસમોએ પંકજને જાનવીની બે દીકરીઓ માટે 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. પંકજ ડરી ગયો અને તેની માતાને આ વાત કરી હતી. માતાએ પૈસા આપવા ઇનકાર કર્યો હતો, ત્યારબાદ પંકજ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો.

રસ્તામાં પ્રિયાએ વોશરૂમ જવાનું બહાનું કરી ગાડી રોકાવી હતી. તે સમયે બે બાઈક પર ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા અને પ્રિયાને બાઈક પર બેસાડી લઈ ગયા હતા. બાકીના ત્રણ ઈસમોએ પંકજ અને કિશનનું અપહરણ (kidnep) કર્યું અને તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જેને લઇ ભેસાણ પોલીસે પ્રિયા અને કિશનની ધરપકડ કરી છે અને શૈલેષગિરિ ઉર્ફે ભાણો ગોસાઈ અને અન્ય ત્રણ ઈસમોની શોધખોળ માટે ટીમો કામે લાગી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ કાવતરું કિશન, પ્રિયા અને શૈલેષગિરિ ઉર્ફે ભાણો ગોસાઈએ ઘડ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *