અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો પ્રારંભ
રાહુલ ગાંધીએ કહ્યું આપણે દલિત, મુસ્લિમ, બ્રાહ્મણોમાં અટવાયેલા રહ્યાં
કોંગ્રેસી નેતાઓએ ગાંધી અને સરદારના ગુજરાતને, ભાજપનું ઘમંડ કહ્યું
મલ્લિકાર્જુન ખડગેએ ઇવીએમને એક ષડયંત્ર ગણાવ્યું
અમદાવાદના (amdavad) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું (congress) રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે, ગુજરાતમાં 64 વર્ષથી પછી યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો મંગળવારે પ્રારંભ થયો છે ત્યારે દેશભરમાંથી 2 હજારથી વધુ લોકો અધિવેશન માટે આવ્યા છે. પહેલા દિવસે કોંગ્રેસ કારોબારીની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. મુખ્યત્વે બે મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. એક તો સરદાર (sardar patel ) અને નહેરું ( Jawaharlal Nehru ) વચ્ચે વૈમન્સ્ય હતુ તેવી વાત ભાજપ (BJP) દ્વારા ફેલાવીને કોંગ્રેસને બદનામ કરવામાં આવે છે તેને ખાળવા માટેની ચર્ચા થઇ હતી
ગુજરાતમાં ( guajrat )કોંગ્રેસ અધિવેશન ચાલી રહ્યું છે. પાર્ટીના નેતાઓએ CWC ની બેઠક સાથે અધિવેશનનો ઉદઘોષ કરી દીધો છે. ત્યારે નેતાઓમાં 6 દાયકા બાદ કોંગ્રેસને બેઠી કરવા કેટલો જુસ્સો છે. આ અધિવેશનથી નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ જોઈ રહ્યા છે. દરમિયાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે, દેશમાં પાયાની સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનું કામ ભાજપ કરી રહીં છે. ગાંધી અને સરદારના ગુજરાતને, ભાજપનું ઘમંડ કહેનારા કોંગી નેતાઓની રણનીતિ સાંભળો
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (rahul gandhi ) ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં દલિત (SC ST) , મુસ્લિમ અને બ્રાહ્મણમાં આપણે અટવાયેલા રહ્યા ત્યાં ઓબીસી મતદારો હિન્દુત્વના નામે આપણાથી દૂર થઇ ગયા. તેમણે કહ્યં હતું કે, તમામ રાજયોમાં ઓબીસીની વસ્તી 50 ટકા આસપાસ છે ત્યારે ઓબીસીને (OBC) અ્નુલક્ષીને આપણે કાર્યક્રમો આપવા જોઇએ. ગાંધીએ કહ્યું કે,કોંગ્રેસ જયારે લઘુમતિઓની ખાસ કરીને મુસ્લિમોની વાત કરે છે ત્યારે તેની ટીકા થાય છે,પરંતુ તેમા ડરવાની કોઇ જરૂર નથી,કોંગ્રેસે આવા મુદ્દાઓ ઉઠાવવા જોઇએ અને કોઇપણ પ્રકારના ખચકાટ વગર આવા મુદ્દાઓ ઉઠાવવા જોઇએ…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી