સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીને પકડી પાડ્યો
આરોપી એમ.ડી.ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ હતો
પોલીસે મોહમદ જાકીર મોહમદ જરીવાલાને ઝડપી પાડ્યો
સુરત શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસે કાપોદ્રા પોલીસ સ્ટેશનના એમ.ડી.ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે , સુરત શહેરમાં એમ.ડી. ડ્રગ્સના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનરે સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસને આદેશ આપ્યા છે ત્યારે ડી.સી.બી.પો.સ્ટે.ના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોર્ડની ટીમના સભ્યોને બાતમી મળી હતી કે , સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં એમ.ડી.ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપી સલાબતપુરા ડી.કે.એમ સર્કલ પાસેથી પસાર થવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી મોહમદ જાકીર ઉર્ફે પંચર મોહમદ રફીક જરીવાલાને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો.