સુરતના ડુમસ અને અડાજણમાં સાઇબર ફ્રોડ કરતા બે કોલ સેન્ટર
પર્સનલ લોન આપવાનું કહી ખાતામાંથી રૂપિયા ઉપાડનારાઓની ધરપકડ
ગ્લોબલિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસનું સાઈબર ફ્રોડ
સુરત સાયબર ક્રાઈમની ટીમે સુરતના ડુમસ અને અડાજણમાં સાઇબર ફ્રોડ કરતા બે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતાં. જ્યાંથી પર્સનલ લોન આપવાનું કહી ખાતામાંથી રૂપિયા ઉપાડનારાઓની ધરપકડ કરી હતી.
સુરત સાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો, જેમાં ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલી ગ્લોબલિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાઈબર ફ્રોડ કરાઈ રહ્યું છે. જે માહિતીના આધારે ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગ્લોબલીંક ટેક સર્વિસના નામે ચાલતી ઓફિસ પર સુરત સાયબર ક્રાઇમની ટીમે છાપો મારીને સાઇબર ફ્રોડનું કૌભાંડ પકડી પડ્યું છે. આ કંપની દ્વારા લોકોને પર્સનલ લોન આપવા તેમજ જોબ આપવાના બહાને આધાર પુરાવા મેળવી લીધા બાદ પૈસા પડાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી છે. તો આજ કંપની પાલનપુર ગામ ખાતે આવેલી અન્ય શાખામાં કામ કરતા કેટલાક કર્મચારીઓ વર્ક ઇન્ડિયા વેબસાઇટ મારફતે નોકરી શોધતા લોકોનો ડેટા મેળવી તેમની સાથે સંપર્ક કરતા. તેઓ બાઈટસોલ્વર નામની ટાયઅપ કંપનીમાં ઘરે બેઠા કામ કરી કમાણી કરી શકાશે એવું કહી જોબ પ્લેસમેન્ટનું પ્રલોભન આપતા હતા અને ઠગાઈ આચરતા હતા. હાલ તો સાયબર ક્રાઈમે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
