સુરત : પુણા વિસ્તારમાં ખાડાને લઇ ટેમ્પો પલ્ટી ગયો

Featured Video Play Icon
Spread the love

સુરત : પુણા વિસ્તારમાં ખાડાને લઇ ટેમ્પો પલ્ટી ગયો
ખાડામાં ટેમ્પો પલ્ટી જતા કાપડ વેર વિખેર થયુ હતું

સુરતમાં ચોમાસા દરમિયાન રસ્તા વચ્ચે પડેલા ખાડાઓને લઈ અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે પુણા વિસ્તારમાં ખાડામાં ટેમ્પો પલ્ટી જતા કાપડ વેર વિખેર થયુ હતું.

સુરતમાં જાણે ચોમાસામાં પાલિકાના તંત્રની પોલ ખુલતી હોય તેમ છે. ત્યારે પુણા વિસ્તારમાં ખાડાને લઈ એક ટેમ્પો પલ્ટી ગયો હતો. સુરતના પુણા સારોલી વિસ્તારમાં  કાપડ ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે સમયે રસ્તા પર ખાડામાં ટેમ્પો પલ્ટી જતા ટેમ્પામાં રહેલ કાપડ વેર વિખેર થઈ ગયો હતો. જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ખાડાના કારણે લોકોને રોજનુ નુકશાન થતુ હોવાનું જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *