સુરતની ઉત્રાણ પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
જામનગર પોલીસ મથકમાં બે વર્ષથી ઘરફોડ ચોરીમાં નાસ્તો ફરતો આરોપી
આરોપી જનક ઉર્ફે ડીકે મનીરામ મિજાર સુનાર સોનીને ઝડપી પાડ્યો
સુરતની ઉત્રાણ પોલીસે જામનગર પોલીસ મથકમાં બે વર્ષથી નાસતા ફરતા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બલરામ મિણા, નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા તથા ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ની સુચનાને લઈ પીઆઈ એચઆર ગૌસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો હરદેવસિંહ અને અપોકો ધર્મેન્દ્રગીરીને મળેલી બાતમીના આધારે જામનગર પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી જનક ઉર્ફે ડીકે મનીરામ મિજાર સુનાર સોનીને ઝડપી પાડી તેનો કબ્જો જામનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
