સુરતની ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપ્યો
પકડાયેલ આરોપી પાસેથી 97.150 ગ્રામ ડ્રગસ મળી આવ્યું
જલાલુદ્દીન ઈસ્માઈલ શેખને પકડતા 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું
સુરતની ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી પાસેથી 97.150 ગ્રામ ડ્રગસ મળી આવ્યું છે.
આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જર એ જણાવ્યું હતું કે નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત તારીખ 16 એપ્રિલના રોજ ખટોદરા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ થી સોશિયલ સર્કલ તરફ આવતા સર્વિસ રોડ પર સુરત મહાનગરપાલિકાના ખાલી પ્લોટની સામેથી એક ઈસમ ડ્રગ્સ વેચાણ માટે આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન પોલીસે આરોપી જલાલુદ્દીન ઈસ્માઈલ શેખને 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપી પાસેથી પોલીસે ઝડપ પહેલા ડ્રગ્સ ની કિંમત ₹9,71,000 થી વધુ થાય છે હાલ પોલીસે અન્ય મુદ્દામાલ સાથે દસ લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે. આરોપી જલાલુદ્દીન ને જથ્થો આપનાર સોહેબ નામના પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે