કાપોદ્રામાં અપહરણના ગુનામાં નાસતા ફરતો આરોપી રોહીત મોરે
આરોપી રોહીત હિલાલ મોરેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે શોધી કાઢ્યા
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની ટીમે શોધી કાઢ્યો
કાપોદ્રા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી અને ભોગ બનનારને ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની ટીમે શોધી કાઢ્યા હતાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે બાતમીના આધારે કાપોદ્રા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા ઉધના નીલગીરી ફાટક પાસે રહેતા રોહીત હિલાલ મોરેને મહારાષ્ટ્રના માલેગાંવ તાલુકાના છાવણી પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપી પાડી અપહ્યતને મુક્ત કરાવી હતી. અને આરોપી તથા ભોગ બનનારનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
