સુરતના કાપોદ્રામાં પરિણીતા પર સાવકા પિતાનો બળાત્કાર

Featured Video Play Icon
Spread the love

સુરતના કાપોદ્રામાં પરિણીતા પર સાવકા પિતાનો બળાત્કાર
અશોક મોરડીયાએ પુત્રીને ધમકી આપી બળાત્કાર ગુજાર્યો
કાપોદ્રા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાઈ

સુરતના કાપોદ્રામાં રહેતી પરિણીતા પર સાવકા પિતાએ જ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં સાવકા પિતાએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. કાપોદ્રા વિસ્તારમાં રહેતી મહિલાના છુટાછેડા થઈ જતા તેણે બસ ડ્રાઈવર અશોક મોરડીયા સાથે લગ્ન કર્યા હતાં. તો મહિલાની મોટી દિકરીના હાલમાં લગ્ન થયા હોય અને તેણીને સાસરે મોકલી હતી. જો કે પુત્રી પિયરમાં માતાને મળવા આવતા નરાધમ સાવકા પિતા અશોક મોરડીયાએ પુત્રીને ધમકી આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ફોન કરીને પુત્રીને ધમકાવી ન્યુડ ફોટાઓ માંગતો હતો. આખરે યુવતિએ તેના પતિ અને સસરાને સમગ્ર વાત જણાવતા તેઓએ કાપોદ્રા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે નરાધમ સાવકા પિતા અશઓક મોરડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *