સુરતની હાલત પર રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનો આક્રોશ.

Featured Video Play Icon
Spread the love

સુરતની હાલત પર રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનો આક્રોશ.
રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ વીડિયો બનાવી તંત્રની ખોલી પોલ.
સુરતની સ્થિતિ શરમજનક

સુરતમાં મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે પ્રજા ભારે મુશ્કેલીઓ ભોગવી રહી છે. આ પરિસ્થિતિ હવે માત્ર સામાન્ય નાગરિકો પૂરતી સીમિત નથી રહી, ખખડધજ રસ્તાઓથી રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા ત્રસ્ત થયા છે.

રવિવારે તારીખ 19 જુલાઈના ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ જઈ રહેલા ગોવિંદ ધોળકિયા રસ્તાની અત્યંત બિસ્માર અને કાદવ-કીચડથી ભરેલી હાલત જોઈને રોષે ભરાયા હતા. તેમણે ચાલુ કારમાંથી જ રોડની દયનીય પરિસ્થિતિ દર્શાવતો વીડિયો બનાવી “સુરતની શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું, અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ચારેકોરથી ઘેરાયેલા સાંસદ ગોવિંદ ધોળકિયાના અંગત ભાવેશભાઈએ સમગ્ર મામલે ખુલાસો આપતાં જણાવ્યું હતું કે, આ વીડિયો રવિવારના દિવસનો જ છે. ગોવિંદકાકાએ આ વીડિયો માત્ર સુરતની સ્થિતિમાં સુધારો આવે અને તંત્ર જાગે તે હેતુથી જ મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને જ અંગત રીતે મોકલ્યો હતો. આ વીડિયો કઈ રીતે બહાર આવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેની અમને કોઈ જાણકારી નથી.

જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયો કે, તુરંત જ વિરોધપક્ષ અને નેટીઝન્સે મનપા તંત્ર સાથે ભાજપ સરકાર સામે પણ પ્રહારો શરૂ કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ગોવિંદ ધોળકિયાના વીડિયોના કારણે ભારે ફજીતી થઈ રહી છે, કારણ કે તેઓ પોતે સાંસદ છે અને તેમણે જ પોતાની સરકારની પોલ ખોલવી પડી છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે જો એક અબજોપતિ સાંસદ અને ઉદ્યોગપતિને પણ સુરતના રસ્તાના કારણે આ રીતે કેમેરા સામે આવીને ફરિયાદ કરવી પડતી હોય, તો પછી સામાન્ય પ્રજાની રજૂઆત કોણ સાંભળશે ?…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *