ચોટીલાના સુખભાદર પાસે ચાલતા ગેરકાયદે રેતી ખનનનો થયો પર્દાફાશ.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ટીમની મધરાતે કાર્યવાહી.
120 ટન કાળી રેતી સહિત કુલ 71.32 લાખનો મુદ્દામાલ કબજે.
સુરેન્દ્રનગર ચોટીલા ડુંગરની આસપાસ આવેલા ડુંગરાઓની આસપાસ આવેલ નાના ડુંગરાઓમાં મોટાપાયે ખોદકામની રાવ ઉઠી હતી. ત્યારે સોમવારે મોડી રાત્રે 2 કલાકે નાયબ કલેકટરે રેડ કરી રૂપીયા 71.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ચોટીલા પંથકમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ પુરી થતા ફરી નાયબ કલેકટર એકશન મોડમાં આવી ગયા છે. ચોટીલાના ડુંગર આસપાસ નાના ડુંગરાઓમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થતુ હોવાની બાતમી મળતા ચોટીલા પ્રાંત અધીકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમે સોમવારે મોડી રાત્રે ર કલાકે ચોટીલા તાલુકાના નાના કાંધાસર અને સાંગાણી વચ્ચે રેડ કરી હતી. જેમાં ડમ્પર, એકસવેટર મશીન વડે તાસનું ગેરકાયદેસર ખનન થતુ હતુ. નાયબ કલેકટરની રેડ થતા જ તેના માણસોએ ખનન કરાવનાર નાના પાળીયાદના લાલા ભીમા જોગરાણાને ફોન કરતા તેણે આ બધુ તારા માથે લઈ લેજે, મારૂ કયાંય નામ ન દેતો, અને ભાગવાનો મોકો મળે તો ડુંગર બાજુ ભાગી જજે તેમ જણાવ્યુ હતુ.
તંત્રની ટીમે રૂપીયા 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી હાલ ચોટીલા મામલતદાર કચેરીએ ખસેડયો છે. જયારે લાલા ભીમાભાઈ જોગરાણા અને અનીલ ઝાંપડીયા સામે ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરીવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો 2017 તથા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ખોદકામ કરતા હોવાથી લેન્ડ ગ્રેબીંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
