રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમી બાદ માવઠું થવાની આગાહી

Featured Video Play Icon
Spread the love

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમી બાદ માવઠું થવાની આગાહી
હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કરી આગાહી
આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
5 મે થી 10 મે દરમિયાન રાજ્યમાં પડશે માવઠું

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તા.4 મે ના વહેલી સવારથી જ અનેક જિલ્લાઓના વાતાવરાણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.

હવામાન વિભાગ દ્વારા આજે 10 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ વાવાઝોડાની આગાહી આપવામાં આવી હતી. જ્યારે આગામી 6 મે સુધી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોએ મહેનતથી ઉગાડેલા કપાસ, ઘઉં અને ચણા જેવા પાકો હાલ વરસાદના પાણીમાં તરી રહ્યા છે. આર્થિક ઉપાર્જનનો સમય હતો ત્યારે જ માવઠાએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ પરિસ્થિતિથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગરમાં સહિતના છૂટા-છવાયા સ્થળોએ સામાન્ય વાવાઝોડાની આગાહી છે. વીજળી સાથે કલાકમાં 5 મીમી કરતા ઓછો વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતા ઓછી ઝડપે ઓચિંતો પવન ફૂંકાવાની સંભાવના છે. ગાંધીનગર શહેર સહિત જિલ્લાના કેટલાક ભાગોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. માણસા અને દહેગામ પંથકમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *