સુરતમાં એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા
સુરતની એલસીબી ઝોન વન અને પુણા પોલીસે કરી કાર્યવાહી
પોલીસે 5 લાખ 7 હજારથી વધુની મત્તા કબજે કરી

સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની એલસીબી ઝોન વન અને પુણા પોલીસે બાતમીના આધારે લાખોના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત ત્રણને ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ હાલ સુરત શહેર પોલીસ સમગ્ર શહેરમાંથી નશાની બદી દૂર કરવા ઓપરેશન હાથ ધરી રહી છે ત્યારે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત સુરતની એલસીબી ઝોન વન ની ટીમના પી.એસ.આઈ. ડી.કે. બોરાણ ની બાતમીના આધારે પૂણા પોલીસને સાથે રાખી નવા કમેલા સંજયનગર ખાતે રહેતી મહિલા  સબાના ઉર્ફે સબુ ફિરોઝ પઠાણ અને અંસાર ઉર્ફે અન્નુ ખલિલ શેખ તથા રાજેન્દ્રસિંહ લાલસિંહ નેગીને ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓ પાસેથી 4,57,400 ની કિંમતનો એમડી ડ્રગ્સ નો જથ્થો મોબાઇલ, રોકડ સહિત 5 લાખ 7 હજારથી વધુની મત્તા કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *