પર્વત પાટીયા ખાતે રાજ ટેક્ષ્ટાઈલ માર્કેટની આગ

Featured Video Play Icon
Spread the love

પર્વત પાટીયા ખાતે રાજ ટેક્ષ્ટાઈલ માર્કેટની આગ
રાત્રે બે વાગે આગ કાબુમાં આવી
આગમાં લાખોની મત્તા બળીને ખાખ થઈ ગઈ

સુરતના પર્વત પાટીયા ખાતે આવેલી રાજ ટેક્ષ્ટાઈલ માર્કેટની આગ રાત્રે બે વાગે સંપુર્ણ કાબુમાં આવી હતી. તો આગમાં લાખોની મત્તા બળીને ખાખ થઈ ગઈ હતી.

સુરતના પર્વત પાટિયા રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર રાતે બે વાગ્યે સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે તેમ છતા ફાયરની છ ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. રાજ ટેકસટાઇલની બિલ્ડીંગની બારીઓમાં ગ્રિલ, જાળી અને કાચ લગાવામાં આવી છે. જેમાં જાળીઓના કારણે ફાયર વિભાગને આગ ઉપર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. તે ઉપરાંત બિલ્ડિંગના પેસેજમાં પણ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો મુકવામાં આવ્યો હતો જે નિયમ વિરૂદ્ધ મુકાયો હતો. જે ફાયર વિભાગના માટે માથાનો દુખાવો સાબિત થયું હતું. તમામ ટેક્સટાઇલ માર્કેટોને અગાઉ પણ બારીઓમાં જાળી લગાવા મામલે નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં વેપારીઓએ તે તરફ ધ્યાન આપ્યુ ન હતું. જેથી 70 મીટરની લીડર અંદર પ્રવેશ કરી શક્યું નહીં તે તપાસનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *