હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડનું નકલી શેમ્પુના વેચાણનો પર્દાફાશ
8 વર્ષથી નકલી શેમ્પુનું વેચાણ ઓનલાઈન કરતા હતા
ગોડાઉનમાંથી 16.36 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે અમરોલીમાંથી હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડના નકલી શેમ્પુના વેચાણનો પર્દાફાશ થયો છે. અમરોલી પોલીસે 16.36 લાખના મુદ્દામાલ સાથે એક ક્લાર્કને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ આ નકલી શેમ્પુનું વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાની માહિતીને લઈ અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉન ની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ સોલ્ડર્સ નામની બ્રાન્ડેડ કંપનીના શેમ્પુનું ડુબલીકેટેશન થઈ રહ્યું છે. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને 16.36 લાખના શેમ્પુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પાડ્યો હતો. અમરોલી પોલીસ દ્વારા જ્યારે આ ક્લાર્કની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે ક્લાર્ક દ્વારા પોલીસની સામે કબુલાત કરવામાં આવી હતી કે, ડેનિશ અને જીમીલ નામના ઇસમો છેલ્લા 8 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પૂ વેચાણ કરી ચૂક્યા છે. ડેનિસ અને જેમિલ ઈ-કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરીને નકલી શેમ્પુ વેચતા હતા. શેમ્પુનું વધારે પ્રમાણમાં વેચાણ થાય એટલા માટે આ બંને ગ્રાહકોને એક બોટલ પર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા હતા. જેથી કરીને ગ્રાહકો અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવાના બદલે ઈ કોમર્સ વેબસાઈટ પરથી તેમની પાસેથી શેમ્પુની ખરીદી કરે. ક્લાર્ક ની પૂછપરછ માં એવું પણ સામે આવ્યું કે તે માત્ર ગોડાઉન નું સંચાલન કરતો હતો પરંતુ કતારગામ વિસ્તારનો રહેવાસી ડેનિશ વિરાણી અને જેમિલ ગામાણી આ બંને આ શેમ્પૂ તૈયાર કરી તેનું વેચાણ કરતા હતા ત્યારે પોલીસે હાલ ક્લાર્ક હિતેશ શેઠને અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી અને અન્ય બે ઈસમ ડેનિશ વિરાણી અને જે મિલ ગાબાણીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.