સુરત : વરાછામાંથી ડુપ્લીકેટ ટોબેકો બનાવવાનું કારખાનું ઝડપાયું

Featured Video Play Icon
Spread the love

સુરત : વરાછામાંથી ડુપ્લીકેટ ટોબેકો બનાવવાનું કારખાનું ઝડપાયું
એલસીબી શાખા ઝોન એકની ટીમે એકની ધરપકડ કરી
પોલીસે માલ સામના સહીત મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતની એલસીબી શાખા ઝોન એકની ટીમે વરાછા વિસ્તારમાંથી ડુપ્લીકેટ બાગબાન ટોબેકો બનાવવાનુ કારખાનું ઝડપી પાડી એકની ધરપકડ કરી છે.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનરની સુચનાથી એલસીબી શાખા ઝોન વનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને કરણસિંહ એ બાતમીના આધારે ડુપ્લીકેટ બાગબાન ટોબેકો બનાવવાનું કારખાનુ ઝડપી પાડ્યુ હતું. વરાછા એલ.એચ. રોડ પર તિરૂપતિ નગર સોસાયટીના મકાનના પહેલા માળે રૂમમાં ચાલતા ડુપ્લીકેટ ટોબેકો બનાવવાના કારખાનામાંથી હર્ષદ કાછડીયાની ધરપકડ કરી પોલીસે સ્થળ પરથી ટોબેકોની પડીકીઓ, તંબાકુની કોથળીઓ, તંબાકુની પડીકી બનાવવાનું રોલ, પ્લાસ્ટીક, કાંટો, મશીન સહિત 2 લાખ 12 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *