સુરતમાં હિરા વેપારી સાથે ઠગાઈ આચરનારને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હિરા વેપારી સાથે ઠગાઈ આચરનારને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપ્યો
દિલીપ ઠાકરશી અણધણ અને રાજીવ મહિડાને ઝડપ્યા
લેબ્ગ્રોન ડાયમંડ ખરીદી રૂપિયા નહી ચુકવી ઠગો ભાગી છુટ્યા હતાં

લેબ્ગ્રોન ડાયમંડ ખરીદ કરી હીરાના નાણા નહી ચુકવી ફરિયાદી સાથે ઠગાઈ આચરનારને ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે.

સુરતમાં આર્થિક ઠગાઈના વધી રહેલા બનાવો વચ્ચે હિરા વેપારી કલ્પેશ મોણપરા પાસેથી લેબ્ગ્રોન ડાયમંડની દિલીપ ઠાકરશી અણધણ તથા રાજીવ મહિડાએ ખરીદી કરી હતી. કરોડો રૂપિયાના લેબ્ગ્રોન ડાયમંડ ખરીદી કર્યા બાદ થોડા રૂપિયા આપી બાકી રહેલા રૂપિયા ન ચુકવી ઠગો ભાગી છુટ્યા હતાં. જે અંેગ ફરિયાદી કલ્પેશ મોણપરાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે એક ઠગ મુળ ભાવનગરનો અને હાલ મુંબઈના સાંતાક્રુજ ખાતે રહેતા દિલીપ ઠાકરશી અણધણને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *