ગાંધીનગરમાં બંધારણના ઘડવૈયાને સીએમની શ્રદ્ધાંજલિ

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગરમાં બંધારણના ઘડવૈયાને સીએમની શ્રદ્ધાંજલિ
સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા અધ્યક્ષ સાથે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી,
“જય ભીમ”ના નારા સાથે બાબા સાહેબના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું

ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ સાથે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાબાસાહેબના જીવનને સંઘર્ષ અને સફળતાનું પ્રેરણાદાયી ઉદાહરણ ગણાવ્યું. તેમણે કહ્યું કે બાબાસાહેબે સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે કામ કર્યું. તેમના વિચારો આજે પણ સમાનતા, ન્યાય અને ભાઈચારાનો માર્ગ બતાવે છે. કાર્યક્રમ દરમિયાન “જય ભીમ”ના નારા સાથે બાબા સાહેબના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે બાબાસાહેબના અથાક પરિશ્રમથી આજે આપણી પાસે વિશ્વના શ્રેષ્ઠ બંધારણોમાંનું એક છે. દેશ હાલમાં ભારતીય સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે.

બાબાસાહેબે અસ્પૃશ્યતા નાબૂદી, મહિલા સશક્તિકરણ અને શિક્ષણના પ્રસાર માટે મહત્વના પગલાં ભર્યાં હતા. તેમણે એવું બંધારણ આપ્યું જેણે ભારતના વિવિધતાભર્યા સમાજને એકસૂત્રમાં બાંધ્યો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે બાબાસાહેબના આદર્શોને અપનાવી વિકસિત ગુજરાત અને ભારતના નિર્માણનો સંકલ્પ લેવા હાકલ કરી હતી……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *