જૂનાગઢ કેશોદમાં જમીન વિવાદમાં વૃદ્ધની હત્યા કેસમાં 15 આરોપી
પોલીસે હત્યા કેસમાં 15 આરોપીઓમાંથી 11ની ધરપકડ કરી
એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે ખેતરના રસ્તા બાબતે થયો હતો ઝઘડો
જૂનાગઢના કેશોદ તાલુકાના પાણખાણ ગામે બે દિવસ પહેલા ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદમાં એક વૃદ્ધની હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં 15 આરોપીઓમાંથી 11ની ધરપકડ કરી છે.
જૂનાગઢ કેશોદના પાણખાણ ગામમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે ખેતરના રસ્તા બાબતે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ મારામારીમાં પીઠરામભાઈ રાયમલભાઈ ગાંગણા નામના વૃદ્ધ ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનામાં અન્ય પાંચ લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસે હત્યા કેસમાં 15 આરોપીઓમાંથી 11ની ધરપકડ કરી છે જે પકડાયેલા 11 આરોપીઓમાં ભુપતબાબુ જોટા, સોમાત બાબુ જોટા, દેવદાન રાજા જોટા, નાજાભાઈ ગાંગાભાઈ જોટા, રાવતભાઈ નાજાભાઈ જોટા, જીતુ નાજા જોટા, જનક દેવદાન જોટા, હમીર દેવદાનજોટા, હઠીસિંહ દેવદાન જોટા, બહાદુર ઉર્ફે ભાવેશ ભુપત જોટા અને જગદીશ ભુપત જોટાનો સમાવેશ થાય છે. કેશોદ પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાકી રહેલા ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી