તાપી જિલ્લામાં 79 માં સ્વતંત્ર દિનની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

તાપી જિલ્લામાં 79 માં સ્વતંત્ર દિનની ઉજવણી
મંત્રી કુંવરજીહળપતિએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

તાપી જિલ્લામાં 79 માં સ્વતંત્ર દિનની આન બાન શાન સાથે મંત્રી કુંવરજીહળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવ ભેર સલામી આપી ભવ્ય ઉજવણી કરવામાં આવી

તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં આન, બાન અને શાન સાથે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા સમાહર્તા ડૉ. વિપિન ગર્ગ અને જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ પણ જોડાયા હતા. આ પ્રસંગે મંત્રી હળપતિએ શહીદો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત@૨૦૪૭” ની પરિકલ્પનાને સાકાર કરવા માટે સૌના સહયોગ માટે અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડલ ગણાવતાં જણાવ્યું કે, રાજ્યમાં સેમિકંડક્ટર અને એઆઈ જેવા ઊભરતા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ સુધી સીમિત નથી રહ્યું, પરંતુ સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોળાવીરા, સફેદ રણ, ગીરના જંગલો જેવા સ્થળોએ આધુનિક સુવિધાઓ વિકસાવી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે. અને મંત્રીશ્રીએ આ તકે, વોકલ ફોર લોકલના સંદેશ સાથે નાગરિકોને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરવા સ્થાનિક ઉત્પાદનના ઉપયોગ માટે પ્રેરિત કર્યા હતા. સ્થાનિક ઉત્પાદકો અને હસ્તકળાઓને સમર્થન આપીને આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધવા પણ તેમણે નાગરિકોને પ્રેરિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *