નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ માદક પોશ ડોડા ઝડપાયા
ડોડાના જથ્થા સાથે રાજસ્થાની મનોહરલાલ બિશ્નોઈને ઝડપી પાડ્યો
ડીસીપી ઝોન છ ની એલસીબીની ટીમ અને સચીન પોલીસનું સંયુક્ત ઓપરેશન
સુરત ડીસીપી ઝોન છ ની એલસીબીની ટીમ અને સચીન પોલીસની ટીમે ગેરકાયદેસરના માદક પોશ ડોડાના જથ્થા સાથે રાજસ્થાની યુવાનને ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ડીસીપી ઝોન છ ની એલસીબીની ટીમ અને સચીન પોલીસની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ડીસીપી ઝોન છની એલસીબીની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશરાવ અને સચીન પોલીસ મથકના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર બાબુલાલને મળેલી બાતમીના આધારે સચીન ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર કનસાડ પાસેથી રાજસ્થાની યુવાન મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઈને ઝડપી પાડી તેની પાસેથી 15 હજારથી વધુની કિંમતનો ગેરકાયદેસરના માદક પોશ ડોડા એટલે કે પોપીસ્ટ્રોનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
