સુરત ડ્રિફ્ટ જામ કાર્યક્રમમાં જાહેરનામાનો ભંગ,

Featured Video Play Icon
Spread the love

સુરત ડ્રિફ્ટ જામ કાર્યક્રમમાં જાહેરનામાનો ભંગ,
આયોજક સામે ગુનો નોંધાયો

સુરતની ઈચ્છાપોર પોલીસે ઓરો યુનિવર્સિટીના પાર્કિંગમાં યોજાયેલા ધ ડ્રિફ્ટ જામ સુરત કાર્યક્રમમાં જાહેરનામાનો ભંગ કરવા મામલે આયોજક સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.

સુરતની ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાટપોર ગામ સ્થિત ઓરો યુનિવર્સિટીના પાર્કિંગમાં ધ ડ્રિફ્ટ જામ-સુરત કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન જોખમી રીતે કાર ડ્રિફ્ટિંગ કરાયા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. તો આ અંગે પોલીસે જણાવ્યુ હતું કે કાર્યક્રમ માટે પરફોર્મન્સ લાયસન્સની અરજી કરવામાં આવી હતી અને તેમાં સરકારની એસઓપી તથા જાહેરનામાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવાની ખાતરી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં આશરે 600થી 800 લોકો હાજર રહેવાના હતા. પરંતુ કાર્યક્રમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. વીડિયોમાં લોકોની સુરક્ષા જોખમાય તે રીતે લક્ઝરી કારોનું બેફામ અને જોખમી ડ્રિફ્ટિંગ જોવા મળ્યું હતું. આ મામલે ઈચ્છાપોર પોલીસે ઈવેન્ટ મેનેજર અમદાવાદી અલ્પેશ ભગવાનભાઈ રબારી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *