સુરત એરપોર્ટ પર બેંગલુરુની મહિલાનું સોનાનું કંગન ગુમ
મહિલા મુસાફરનું સાડા ત્રણ લાખ રૂપિયાનું સોનાનું કંગન ગુમ
સીઆઈએસએફે માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢયુ
સુરત એરપોર્ટ પર બેંગલુરુથી આવેલી મહિલા મુસાફરનું સાડા ત્રણ લાખ રૂપિયાનું સોનાનું કંગન ગુમ થતાં સીઆઈએસએફે માત્ર ગણતરીના કલાકોમાં તેને શોધી કાઢી મહિલા સુધી પરત પહોંચાડ્યું હતું.
સુરત એરપોર્ટ પર બેંગલુરુથી આવેલી મહિલા મુસાફર રિયા જૈનનું અંદાજે 3.5 લાખનું સોનાનું કંગન એરોબ્રિજ વિસ્તારમાં પડી ગયું હતું. કંગન અન્ય એક સહ-પ્રવાસીને મળ્યું હતું, જેને તેણે અજાણતા ઉઠાવી લીધું હતું. મહિલાએ કંગન ગુમ થયાની ફરિયાદ નોંધાવતા સીઆઈએસએફની ટીમ તરત જ એક્શનમાં આવી હતી. એરપોર્ટના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને સંબંધિત સહ-પ્રવાસીની ઓળખ કરવામાં આવી અને થોડા જ સમયમાં તેની પાસેથી કંગન કબજે કરીને મહિલા મુસાફરને પરત આપવામાં આવ્યું હતું.
પૂછપરછ દરમિયાન સહ-પ્રવાસીએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગતા સીઆઈએસએફે જરૂરી કાનૂની કાર્યવાહી અને માફીનામું લીધા બાદ તેને છોડી મૂક્યો હતો. સીઆઈએસએફની ઝડપી, પ્રામાણિક અને જવાબદાર કામગીરીને મહિલા મુસાફર તથા તેમના પરિવારે બિરદાવી હતી અને સમયસર કિંમતી દાગીનું પરત અપાવવા બદલ સીઆઈએસએફનો આભાર વ્યક્ત કર્યો હતો.
