સુરતની સોસાયટીમાં ઘર બહાર નીકળતા જ યુવકને સાપે ડંખ માર્યો
રહેણાંક વિસ્તારોમાં સાપો દેખાવાની ઘટનાઓ વધી
ઘટના સીસીટીવીમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરત શહેરની એક સોસાયટીમાં ઘર બહાર નીકળતા જ યુવકને સાપે ડંખ માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરત શહેરની એક સોસાયટીમાં બનેલી ઘટનાથી લોકોમાં ચિંતા જોવા મળી હતી. એક યુવક પોતાના ઘરેથી બહાર નીકળતા જ અચાનક સાપ તેના પગ પાસે આવી પહોંચ્યો અને પળવારમાં ડંખ મારી દીધો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાપના ડંખ બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો વરસાદી માહોલ વચ્ચે રહેણાંક વિસ્તારોમાં સાપો દેખાવાની ઘટનાઓ વધતા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.
