સુરતમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની બેદરકારી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની બેદરકારી
સુરતના 25થી વધુ મુસાફરોને લીધા વિના જ ફ્લાઈટ દિલ્હીથી રવાના
રઝળી પડેલા મુસાફરોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

દિલ્હી એરપોર્ટથી સુરતના 25થી વધુ મુસાફરોને લીધા વિના જ દિલ્હી-સુરત ફ્લાઈટ સુરત આવવા રવાના થઈ ગયું હતું. જેને પગલે સુરતના મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર જ રઝળવાનો વારો આવ્યો હતો. એર ઈન્ડિયા એકસપ્રેસની બેદરકારી હોવાનો મુસાફરોનો ભારે બળાપો કાઢતો વીડિયો મોડી રાત્રે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

સુરત રૂટ પર સૌથી વધુ અવિશ્વસનીય બનેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ગૌહાટી-દિલ્હી-સુરત કનેક્ટિંગ ફ્લાઈટમાં સુરત આવવા માંગતા 25 પેસેન્જર એરલાઈનની ગેરવ્યવસ્થાથી દિલ્હી એરપોર્ટ પર અટવાયા હતા. ગૌહાટીથી દિલ્હીનું વિમાન મોડું આવ્યું હતું. જો વિમાન 30-35 મિનિટ મોડુ કરવામાં આવ્યું હોત તો સુરતના દિલ્હી એરપોર્ટ છૂટી ગયેલા 25 જેટલા પેસેન્જરને પણ સમાવી શકાયા હોત. સુરતના પેસેન્જર્સને બે કલાક બેસાડી રાખ્યા પછી સુરતની ફ્લાઈટ ટેકઓફ થઈ ગઈ છે, એવો મેસેજ આપતાં સુરતના પેસેન્જરોએ દિલ્હી એરપોર્ટ હોબાળો મચાવી પેસેન્જર્સની હાલત વિશે વીડિયો વાઈરલ કર્યો હતો. ગૌહાટીથી દિલ્હીનું વિમાન રાતે 8.42 વાગ્યે આવ્યું અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 8.56 કલાકે સુરતની ફ્લાઈટ ટેક ઓફ કરાવી દીધી હતી. એના લીધે ગૌહાટી વાયા દિલ્હી સુરતની કનેક્ટિંગ ફ્લાઈટ લેનારા સુરતના 25 પેસેન્જરને કડવો અનુભવ થયો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ અને તાતા ગ્રૂપની આબરૂ ધૂળધાણી કરતા વાયરલ થયેલા વિડીયોમાં પેસેન્જર કહે છે કે, તે આવતીકાલે સવારે મહત્ત્વની મિટિંગ ચૂકી જશે. એક પેસેન્જર કહે છે કે, સુરતમાં એનો ઇન્ટરવ્યુ છે, એમાં સમયસર નહીં પહોંચી શકે. ગૌહાટીથી દિલ્હી રાતે 8.42 વાગ્યે વિમાન લેન્ડ થયું અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 8.56 કલાકે બીજું વિમાન સુરત જવા ટેક ઓફ કરાવી દીધું હતું. નિયમિત રીતે અનિયમિત રહેતી આ ફ્લાઈટ જો રાતે 9.30 કલાકે ટેક ઓફ થઈ હોત તો 25 પેસેન્જર દિલ્હી એરપોર્ટ પર અટવાત નહીં. એર ઈન્ડિયા એક્સપ્રેસના સુરતના મેનેજરને મુસાફરોએ કોલ કર્યા હતા પરંતુ, મેનેજરે કોલ રીસીવ કર્યા ન હતા. એર ઈન્ડિયા એક્સપ્રેસના આ રેઢિયાળ કારભારના પાપે સુરતના 25 મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર અટવાવાની નોબત આવી હતી. મુસાફરો દિલ્હી એરપોર્ટના સ્ટાફ સાથે પણ માથાકૂટ કરતા વીડિયોમાં નજરે પડયું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત ફલાઇટ ટ્રાવેલ એજન્ટ અને પેસેન્જર ફ્રેન્ડલી રહી ન હોવાની છાપ ઉપસી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *