સુરત મનપામાં એસીબીની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત મનપામાં એસીબીની કાર્યવાહી
સિક્યુરિટી ઓફિસર ₹25 હજારની લાંચ લેતા ઝડપાયો

સુરત મહાનગર પાલિકામાં એસીબીએ લાંચ લેતા સિક્યુરિટી ઓફિસરને ઝડપી પાડ્યો હતો. ફરજ દરમિયાન રજા આપવા અને મેમો નહીં આપવા બદલ 25 હજારની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ એસીબીમાં કરાઈ હતી.

સુરતના તાપીપુરા વિસ્તારમાં આવેલી સુરત મહાનગર પાલિકાની વોચ એન્ડ વોર્ડ વિભાગની સિક્યુરિટી ઓફિસરની ચેમ્બરમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદી દ્વારા જણાવ્યા મુજબ તેમની પત્ની ગર્ભવતી હોવાથી વારંવાર તબીબી સારવાર માટે જવું પડતું હતું. આ દરમિયાન ફરજ પરથી જવા દેવા અને ગેરહાજરી અંગે મેમો નહીં આપવા બદલ સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખે 25 હજારની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીની લાંચ આપવા ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન શૈલેષ પારેખે 25 હજારની લાંચ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. જેને લઈ લાંચીયા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *