સુરતમાં ₹1.10 કરોડથી વધુની શેર માર્કેટ છેતરપિંડીનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ₹1.10 કરોડથી વધુની શેર માર્કેટ છેતરપિંડીનો પર્દાફાશ
મહારાષ્ટ્રથી 3 આરોપી ઝડપાયા

સુરતમાં ઓનલાઈન શેર માર્કેટમાં રોકાણના નામે 1.10 કરોડથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો હોય તેમ સાયબર ક્રાઈમ પોલીસે મહારાષ્ટ્રમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. જ્યારે તપાસમાં આ બેંક ખાતા સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં 29 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.

શેર માર્કેટમાં રોકાણ કરાવી વધુ વળતર આપવાની લાલચ આપી સુરતના ફરિયાદી સાથે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ એક્સીસ એપપીકે નામની બોગસ એપ્લિકેશન મોકલી ફરિયાદીનું ડીમેટ એકાઉન્ટ બનાવડાવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રેડિંગના નામે કુલ 1 કરોડ 10 લાખ 90 હજાર ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતાં. એપ્લિકેશનમાં રોકાણની રકમ પર નફો બતાવવામાં આવ્યો હતો અને રૂપિયા ઉપાડવા જતા અલગ-અલગ ચાર્જના નામે વધુ પૈસા ભરવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદીને માત્ર 5 હજાર ઉપાડવા દીધા, જ્યારે બાકીના 1 કરોડ 10 લાખ 85 હજાર ઉપાડવા ન દેતા છેતરપિંડી કરવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ તપાસના આધારે મહારાષ્ટ્રમાંથી રાહુલ રજક, આશિષ સોનાર અને ભૂષણ સોંદાણેને ઝડપી પાડ્યા હતાં. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક કરંટ બેંક એકાઉન્ટમાં 18 ઓક્ટોબર 2025થી 9 જાન્યુઆરી 2026 દરમિયાન 2 કરોડ 41 લાખ 3 હજાર 506ના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. આ જ બેંક એકાઉન્ટ અંગે એનસીસીઆરપી પોર્ટલ પર અલગ-અલગ રાજ્યોમાંથી 29 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેમાં કુલ 16 કરોડ 13 લાખ 44 હજાર 790ની છેતરપિંડી થયાની વિગતો મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *