સુરત કાપોદ્રામાં સગીર બાળાના બીભત્સ ફોટો વિડીયો
વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ
બ્લેક્મેલર કરણ ઘનશ્યામ હિરપરાને ઝડપ્યો
સુરત કાપોદ્રામાં સગીર બાળાના બીભત્સ ફોટો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવનાર બ્લેકમેલરને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો.
કાપોદ્રા પોલીસ મથકની હદમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીર બાળાના બિભત્સ ફોટો અને વિડીયો ઉતારી લઈ લસકાણા ખાતે આવેલ શુભમ રો હાઉસમાં રહેતા બ્લેકમેલર કરણ ઘનશ્યામ હિરપરાએ ઉતારી લીધા હતા અને ફોટો તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા તથા સોનાના ઘરેણાં પડાવી લીધા હતા આ અંગે સગીરાના પરિવારે કાપોદ્રા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી બ્લેકમેલર કરણ ઘનશ્યામ હીરપરાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
