તાપીના ઉચ્છલમાં બોગસ ડોક્ટર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

તાપીના ઉચ્છલમાં બોગસ ડોક્ટર ઝડપાયો
ઉચ્છલ તાલુકાના છાપટીગામમાં ક્લિનિક ચલાવતો
એલોપેથિક દવાઓ સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉચ્છલ તાલુકાના છાપટીગામે દુધડેરીની ઉપર રૂમ માં એક બોગસ ડોકટર નામે સુનીલભાઇ દાજભાઉ ઠાકરે નાઓ ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેકટીસ કરે છે, અને આજુબાજુના ગામ માંથી આવતા બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાની બાતમી મળેલ હતી જેને પકડી ગુનો નોંધલ છે અને હવે સમગ્ર તાપી વિસ્તારમાં અનેક એટલે કે સોનગઢ વ્યારા જેવા વિસ્તારમાં પણ આવા ડોક્ટરો હોય શકે છે તો તેમની પણ તપાસ કરે એસ ઓ જી તો મોટી સફળતા મળી શકે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો.દાઉદભાઈ ઠાકોરભાઇ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉચ્છલ તાલુકાના છાપટીગામે દુધડેરીની ઉપર રૂમ માં એક બોગસ ડોકટર નામે સુનીલભાઇ દાજભાઉ ઠાકરે નાઓ ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેકટીસ કરે છે, અને આજુબાજુના ગામ માંથી આવતા બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાની બાતમી હકીકત જાણવા મળેલ અને હાલમાં પણ તેની પ્રવૃતિ ચાલુ છે જેથી સદર જગ્યા રેઇડ કરી આકામે પકાડાયેલ આરોપી સુનીલભાઇ દાજભાઉ ઠાકરે ઉ.વ.૪૫ હાલ રહે.છાપટીગામ દુધ ડેરીપાસે તા.ઉચ્છલ જી.તાપી મુળ તાલૂકા સાક્રી જી.ધુલીયા ((મહારાષ્ટ્ર) ના રહેવાસી પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલ ને લગતુ સામાનનો જથ્થો કી.રૂ. 1,01,587/-નો મુદામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધમાં ઉચ્છલ પોલીસ સ્ટેશન તથા ગુજરાત મેડીકલ પ્રકટીશનર એક્ટ કલમ ૩૦ મુજબની કાર્યવાહી કરી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *