સુરતના ઉધના વિસ્તારમાં નો પાર્કિંગમાં ગાડી પાર્કનો વિવાદ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધના વિસ્તારમાં નો પાર્કિંગમાં ગાડી પાર્કનો વિવાદ
ટ્રાફિક પોલીસે ટોઈંગ કરતા કાર ચાલકે કરી દાદાગીરી
પોલીસ સાથે અભદ્ર વર્તન કરી ઝપાઝપી કરી

સુરતના ઉધના વિસ્તારમાં નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા મામલે ટ્રાફિક પોલીસે ટોઈંગ કરતા કાર ચાલકે પોલીસ સાથે અભદ્ર વર્તન કરી ઝપાઝપી કરી હતી.

સુરતમાં ટ્રાફિક પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. ઉધના સિલિકોન શોપર્સ નજીક કાર ચાલક અને પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપી થઈ હતી. નો પાર્કિગમાં ગાડી પાર્ક કરવામાં આવી હતી. જેથી ટ્રાફિક પોલીસ ફોરવહીલને ટોઇંગ કરતી વખતે કાર ચાલકે ટ્રાફિક પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું હતુ અને અભદ્ર વર્તન કર્યા બાદ કારચાલક દ્વારા ટ્રાફિક પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી હતી. કારચાલકની ગુંડાગર્દી વીડિયોમાં કેદ થઈ જેને લઈ ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *