સુરત સચીન પોલીસે આરોપીને દમણ ખાતેથી ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત સચીન પોલીસે આરોપીને દમણ ખાતેથી ઝડપી પાડ્યો
15 વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી
મનીષ ઉર્ફે મુકેશ કાનજી ટંડેલને દમણથી ઝડપ્યો

સુરત સચીન પોલીસે 15 વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને દમણ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

સુતર પોલીસ કમિશનર દ્વારા 16 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ઝુંબેશ ચલાવવા આપેલ આદેશને લઈ સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટ 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈન્દ્રજીતસિંહ અને અપોકો દશરથને મળેલી બાતમીના આધારે 15 વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં કલમ 70 મુજબના વોરંટના આરોપી એવા મનીષ ઉર્ફે મુકેશ કાનજી ટંડેલને દમણથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *